રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા, ચાર વાર સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાય છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બનશે. રાયપુરમાં 54 સભ્યના ભાજપ ધારાસભ્ય જૂથે રવિવારે અંદાજે 1 કલાક સુધી ચાલેલી બેઠકમાં સર્વાનુમતે 59 વર્ષીય વિષ્ણુદેવને ધારાસભ્ય જૂથના નેતા તરીકે નિયુક્ત કરાયા હતા. વિષ્ણુદેવ સાંજે લગભગ 5 વાગ્યે રાજભવન પહોંચ્યા હતા અને ભાજપ વતીથી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. સાય છત્તીસગઢના છઠ્ઠા
મુખ્યમંત્રી બનશે. બે વાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહી ચૂકેલા વિષ્ણુદેવ જશપુરમાં કુનકુરી બેઠક પરથી જીત્યા હતા. બે વાર તપકરા બેઠકેથી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. બે વાર તપકરા બેઠક પરથી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે.
રાજ્યમાં 33 ટકા વસ્તી આદિવાસીની, 90માંથી 29 બેઠક પર પ્રભાવ
વિષ્ણુદેવ જ કેમ...
* આદિવાસી સમાજના મોટા નેતા, સૌમ્ય ચહેરો માનવામાં આવે છે. * ધારાસભ્ય, સાંસદ, કેન્દ્રીય મંત્રી તરીકે વહીવટીય અનુભવ બે વાર પ્રદેશ અધ્યક્ષ રહેવાના કારણે સંગઠનનો પણ અનુભવ.
*
આદિવાસી જ કેમ... રાજ્યમાં તેઓની વસ્તી
330 ટકા, 90માંથી 29 બેઠક પર પ્રભાવ. આદિવાસી બહુમત સરગુજા—બસ્તર ભાજપની જીતમાં મહત્ત્વના રહ્યા. સરગુજાની તમામ 14, બસ્તરની 12માંથી 8 બેઠક પર ભાજપ જીત્યો. છત્તીસગઢના પ્રથમ મુખ્યમંત્રી અજિત જોગી પણ આ જ સમાજના હતા
આવી છે સફર : 1989માં ગામના પંચથી શરૂઆત થઈ, 34 વર્ષ પછી હવે મુખ્યમંત્રી
સાય 1989માં જશપુરના બગિયા ગામમાં પંચ બન્યા હતા. પછીના વર્ષે વિનાવિરોધે સરપંચ બન્યા. 1990 અને 1998માં તપકરા (તત્કાલીન મપ્ર)થી ધારાસભ્ય બન્યા. 1999, 2004, 2009 અને 2014માં સાંસદ બન્યા. 2014એ કેન્દ્રીય ખાણખનીજ રાજ્યમંત્રી બન્યા. 2020માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા. હવે મુખ્યમંત્રી બન્યા છે.
એમપી: આજે બપોરે ધારાસભ્ય જૂથની બેઠક, સાંજ સુધીમાં જાહેરાત
ભોપાલ | મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીની પસંદગી માટે સોમવારે ધારાસભ્ય જૂથની બેઠક મળશે. કેન્દ્રીય નિરીક્ષક મનોહરલાલ ખટ્ટર, કે. લક્ષ્મણ અને શા લાકડા સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં ભોપાલ પહોંચે, તેવી શક્યતા છે. ત્યાર પછી 4 વાગ્યે બેઠક ફરી મળશે. સાંજે 7 વાગ્યા સુધીમાં ધારાસભ્ય જૂથના નેતા પસંદ કરીને મુખ્યમંમત્રીના નામની જાહેરાત થઈ જશે.
રાજસ્થાન: હવે મંગળવાર કે બુધવારે બેઠક મળશે, વસુંધરા જયપુર પરત
જયપુર । રાજસ્થાનમાં ધારાસભ્ય જૂથની બેઠક મંગળવાર કે બુધવાર સુધીમાં મળી શકે છે. કારણ કે રાજસ્થાનના નિરીક્ષક રાજનાથ સિંહ રાષ્ટ્રપતિના લખનઉ ખાતેના એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ છત્તીસગઢમાં આદિવાસી ચહેરો લાવે છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી સામાન્ય વર્ગના બનશે તો રાજસ્થાનમાં ઓબીસી ચહેરાને તક મળશે.