અબકી બાર 300 (કરોડ) પાર...
મેનેજર પાસેથી 20 બેગ ભરેલી રોકડ જપ્ત, કોમ્પ્યુટર ચકાસવા 20 નિષ્ણાતો પહોંચ્યા
- કોંગ્રેસ સાંસદ પર દરોડા: 300 કરોડની ગણતરી થઈ ચૂકી છે, નોટો ભરેલી 130 બેગ હજુ બાકી
કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ત્રણેય રાજ્યો ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના તમામ 10 સ્થળોએ ચોથા દિવસે પણ નોટોનો જથ્થો મળી આવ્યો હતો. શનિવાર રાત સુધી 300 કરોડ રૂપિયાની ગણતરી થઈ ચૂકી છે. નોટોથી ભરેલી 176 બેગ ગણતરી માટે બોલાંગીર લઈ જવામાં આવી છે, જેમાંથી નોટો ભરેલી 130 બેગની ગણતરી બાકી છે. આટલું જ નહીં, આવકવેરા વિભાગે શુક્રવારે બોલાંગીરમાં શરાબ ઠેકાના મેનેજર બંટી સાહુના ઘરે દરોડા પાડીને ચલણી નોટોથી ભરેલી વધુ 20 બોરીઓ જપ્ત
હવે લોકર અને બેન્ક ખાતાની તપાસ કરાશે
રોકડની ગણતરીના કારણે સાંસદ સાહુના બિઝનેસ અને પરિવાર સાથે જોડાયેલા બેન્ક લોકર અને ખાતાની તલાશી લેવામાં આવી નથી. તેની તપાસ હજુ બાકી છે. રવિવારે ગણતરી પૂર્ણ થયા બાદ લોકરો ખોલવામાં આવશે. અત્યાર સુધી શોધાયેલા તમામ બેન્ક ખાતાઓના વ્યવહારો તપાસવામાં આવશે. અધિકારીઓની ટીમ ત્રણ બેગ સાથે રવાના થઈ ગઈ છે.
ટિટિલાગઢમાં 15, બોલાંગીરમાં 30 મશીનો વડે ગણતરી ચાલી રહી છે |
નોટોની ગણતરીમાં રોકાયેલા સ્ટેટ બેન્કના મેનેજરે જણાવ્યું કે, ટિટિલાગઢમાં 15 મશીન વડે 30 કર્મચારીઓ નોટો ગણી રહ્યા છે. માત્ર 11 કરોડ રૂપિયાની જ ગણતરી થઈ છે. બોલાંગીરમાં 30 મશીનો લગાવાયા છે. મશીનો ખરાબ થવા લાગ્યા છે. મશીનોના સમારકામ માટે નિષ્ણાતને પણ બોલાવવામાં આવ્યા છે.